રાજ્યમાં માલધારી સમાજ એક થઈ ગયો છે અને સરકાર સામે બાંયો ચડાવી આજે 21 તારીખે એક દિવસ દૂધ ન ભરવાની જાહેરાત કરવા સાથે દૂધ હડતાળની જાહેરાત કર્યા બાદ દૂધ વિતરણ કરશે નહિ અને કરવા દેશે નહિ નું એલાન કરતા આજે દૂધ મેળવવા જનતા હેરાન થઈ ગઈ હતી.
દુધ વિતરણ થતું અટકાવવા કેટલાક માલધારીઓ સુરતની સુમુલ ડેરી બહાર એકત્ર થઈને સુમુલ ડેરીની દૂધ જનતાને પહોચાડવા જઈ રહેલી દૂધનું વાહન રોકી, કાચા તોડી નાખવામાં આવ્યા અને દૂધની થેલીઓ પણ રસ્તા ઉપર ફેંકી હતી, દૂધના કેરેટ રસ્તા પર ફેંકી દેવાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
સુરતના નાનપુરા,અડાજણ સહિત અને વિસ્તારો દૂધ માટે પ્રજા પરેશાન થઈ હતી.
જોકે, માલધારીઓ દ્વારા થયેલા છમકલાં વચ્ચે પણ સુમુલ ડેરીએ આ મામલે જનતાને દૂધ વિતરણ કરવાનો કોલ આપી જણાવ્યું કે લોકો ગેરમાર્ગે ન દોરાય, સુમુલ તરફથી દૂધની ડિલિવરી કરવામાં આવશે. લોકો સુધી દૂધની ડિલિવરી મળી રહે તે માટે સુમુલ ડેરીના પ્રયાસો રહેશે.
પાંડેસરા, સચિન સહિતના વિસ્તારોમાં વાહનોની હવા કાઢી તોડફોડ થઈ હતી,જોકે, સુમુલ ડેરી દ્વારા રાતથી જ ટેમ્પો દ્વારા શહેરની અલગ અલગ ડેરીઓ પર દૂધ મોકલવાનું શરૂ કરી દિધું હતું.
પાંડેસરા અને સચિન સહિતના વિસ્તારોમાં સુમુલ ડેરીના ટેમ્પોને રોકીને કાચ ફોડવામાં આવ્યા હતાં તથા અમુક જગ્યા પર ટેમ્પોની હવા કાઢી નાંખવામાં આવી હોવાના બનાવ બન્યા હતા.
જોકે,સુમુલે લોકોને દૂધ પહોચાડવા પોતાનું કામ ચાલુ રાખ્યું હતું