સુરત જિલ્લા માં કોરોના ની મહામારી ફેલાઈ છે , લોકો શ્વાસ લેવામાં તકલીફો જણાવતા જણાવતા જ મોત ને ભેટી રહ્યા છે
આવા અનેક મોત થઈ રહ્યા છે જેની સરકારી ચોપડે લેવાતી નથી અને ઘરમાં જ મોત થતા હોય ઘરના અન્ય સભ્યો પણ સંકમિત થઈ રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
આ બધા વચ્ચે સુરત ના ઓલપાડમાં રહેતા ભદ્રાબેન શાહ નામના મહિલા ને ગત રોજ શ્વાસની તકલીફ થઈ જતા પુત્ર પરિમ શાહ આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો. જોકે, વેન્ટિલેટર મળ્યું ન હતું. દરમિયાન સાંજે સાત વાગ્યે માતાનું મોત નીપજ્યું હતું. સાત વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કર્યો હતો. જોકે, તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી હોય તેમ શબવાહીની આપવાનો ઇનકાર કરી દેવાતાં રાત્રે જ હાથ લારીમાં માતાને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો.
જ અંતિમસંસ્કાર કરવા ઈચ્છતા હતા. જેથી સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ત્રણ કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી આ ઘટના માં પરિવાર ખૂબ હેરાન થયો હતો અને કોઈ મદદે નહિ આવતા એકલતા ની લાગણી અનુભવી હતી.
તેઓ એ ઘરના સભ્યો એજ મળી પ્લાસ્ટિક માં મૃતદેહ લપેટી લારી માં જ સ્મશાન ગયા હતા અને અગ્નિદાહ આપ્યો હતો.