સુરત માં ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટ ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ ની જાહેરાત ના બોર્ડ લાગતાં બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને તમામ બેનર ઉતારી સળગાવી માર્યા હતાં અને રેસ્ટોરન્ટવાળાને પણ આવું કૃત્ય ફરીવાર નહિ કરવા ચેતવણી આપવામાં આવી હતી.
રિંગરોડ ઉપર આવેલી આ રેસ્ટોરન્ટ ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલ ના લાગેલા બેનરો એ ભારે ચકચાર જગાવી હતી અને આ મુદ્દે ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી.
આ અંગે બજરંગદળ ના સભ્યો એ જણાવ્યું હતું કે અહીં વિવાદાસ્પદ બેનરો લાગ્યા ની ખબર પડતાં સ્થળ પર જઈ તપાસ કરતાં ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની વાત સાચી જણાઈ હતી જેથી બેનર ઉતારી સળગાવી દેવાયાં હતાં. દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, ચેતવણી આપી છે કે હવે આવું કૃત્ય ફરીવાર ન થાય.
5
/ 100
SEO સ્કોર