ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી આ મુજબના વિવાદાસ્પદ નિવેદન બાદ તેની વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મૌલના સાજીદ રશ્દી ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ છે અને મુસ્લિમ ધર્મગુરુ પણ છે. તેમણે સોમનાથ મંદિર વિષે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે અહીં ઐનિતિક કામો થતા હતા અને છોકરીઓને અહીં ગાયબ કરી દેવામાં આવતી હતી.
મૌલાના આગળ દાવો કરતાં કહે છે કે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ પર આક્રમણ થયું એ પહેલાં તેણે પોતાની રીતે ખાનગી તપાસ કરાવી હતી અને આ તપાસમાં મંદિરમાં ખરાબ કામો થઇ રહ્યાં હોવાની પુષ્ટિ મળ્યા બાદ જ તેણે આક્રમણ કર્યું હતું.
મહેમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનો નષ્ટ કર્યો ન હતો પરંતુ ત્યાં ચાલી રહેલી “અનૈતિક પ્રવૃત્તિઓ” અટકાવી હતી. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી સામે ફરિયાદ નોંધાવી હતી.
સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનાર ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ફરિયાદ આધારે પ્રભાસ પાટણ પોલીસે મૌલાના સાજિદ રશીદ વિરુદ્ધ IPCની 153 295(ક) 298 અને 505 મુજબ ગુનો નોંધ્યો છે.