રાજ્ય માં કોરોના અને કરફ્યૂ ની સ્થિતિ માં પણ પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે રજાના દિવસે પણ રેશનની દુકાનદારોને વિતરણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. સરકારી અનાજના દુકાનદારોને મદદનીશ નિયંત્રક અને ઝોનલ ઓફિસરો દ્વારા જાણ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સાપ્તાહિક રજા રાખવામાં આવશે નહિ અને રેશનકાર્ડ ધારકો ને અનાજ મળી રહે તે માટે તમામ દુકાનો ચાલુ રહેશે તેમ જણવાયું છે.
રેશનિંગના દુકાનદારોએ પોતાની દુકાનમાંથી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોને આ અંગે માહિતગાર કરીને વિતરણ વ્યવસ્થા ગોઠવવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્યના પુરવઠા વિભાગે 23 નવેમ્બરે સોમવારે તમામ વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનો ચાલુ રાખવા દુકાનદારોને ફોન કોલ્સ અથવા વોટ્સએપથી જાણ કરવા ઝોનલ ઓફિસરોને જણાવ્યું છે, ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસિન લાઈસન્સ હોલ્ડર એસોસિએશનના સૂત્રો એ જણાવ્યુ કે સોમવારે સાપ્તાહિક રજા પાલવામાં નહિ આવે.
અમદાવાદના વ્યાજબી ભાવની દુકાનના ધારકોએ શહેરમાં રેશનિંગ કાર્ડ હોલ્ડરોને સરળતાથી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા થઈ છે. કોઈપણ વ્યક્તિ અનાજ વિના પાછો ના જાય તેની કાળજી રાખવી પડશે. સરકારની સાથે રહીને સરકારને સહકાર આપીને આગળ વધવુ એ આપણી ફરજ હોવાનું સબંધિત વિભાગે ઉમેર્યુ હતું.
