ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ નેટવર્ક મજબૂત બનવતા ભાજપે પણ પોતાની વ્યહરચના ગોઠવી છે અને ચૂંટણી જંગમાં જીત હાંસલ કરવા માટે ઉત્તરપ્રદેશથી નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતમાં ઉતાર્યા છે, સૌરાષ્ટ્રની 48 બેઠક માટે રાજકોટમાં 125 આગેવાન યુપીથી રાજકોટ આવી પહોંચ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હાલ, રાજકોટમાં ઉત્તરપ્રદેશથી 125 આગેવાન આવી પહોંચ્યા છે, જેઓને અહીં બેઠક દીઠ બે નેતાઓ અને એક આગેવાનને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને તમામ 48 બેઠક પર જુદી જુદી ટીમ કામે લાગી ગઈ છે, બહારથી આવેલા આ નેતાઓ તેમને મળેલી બેઠક પર સ્થાનિક સંગઠન સાથે પક્ષની વર્તમાન સ્થિતિ, ઉમેદવારથી પ્રજા કેટલી સંતુષ્ટ છે, કઇ જ્ઞાતિ સમાજના કેટલા મત છે સહિતનો સરવે શરૂ કર્યો છે.
આ ટીમ પેજ પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી માહિતી મેળવશે, આ ટીમ કેન્દ્રની ટીમ સાથે સંકલનમાં રહેશે.
ભાજપ દ્વારા હવે સૌરાષ્ટ્રમાં સંપૂર્ણપણે વ્યૂહરચના ગોઠવી દેવામાં આવી છે અને ગુજરાતની બેઠકો ઉપર જેતે વિસ્તારમાં અગ્રણીઓને જવાબદારી સોંપવાનું શરૂ થયું છે.