સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ (એલ.એસ.ડી) નામના રોગે હાહાકાર મચાવ્યો છે.પશુઓમાં ચામડીની બીમારીના એક પ્રકારનો આ રોગ ખાસ કરીને મચ્છર કરડવાથી થાય છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એલ.એસ.ડી.ને કારણે 89 પશુનાં મોત નીપજ્યા છે, તો પશુપાલન વિભાગ દ્વારા આ રોગના ઉપદ્રવ સામે અત્યાર સુધીમાં 29,011 પશુમાં વેક્સિનેશન કરાયું છે.
જિલ્લામાં પશુમાં લમ્પી ડિસીઝના રોગચાળાને નાથવા વેટરનિટી તબીબોની ટીમ હાલમાં ડોર ટુ ડોર સરવે કરી વેક્સિનેશનમાં લાગી છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લમ્પીને કારણે સત્તાવાર રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં 89 જેટલા પશુનાં મોત થઈ ગયા છે,
સૌથી વધુ ગાયોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં મોટી સંખ્યામાં ગાયમાં આ બીમારીનું પ્રમાણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં 93,766 પશુમાં વેક્સિનેશન થઇ ગયું હોવાનું સૂત્રો જણાવી રહયા છે.