સૌરાષ્ટ્ર અને કચ્છના આકાશમાં શનિવારે રાત્રે 8.45.વાગ્યાના અરસામાં તેજ પ્રકાશના મણકાઓ એક હરોળમાં જોવા મળતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું.
આ ઘટના અંગે લોકોમાં અનેક તર્ક અને ચર્ચાઓ ઉઠી હતી પરંતુ બાદમાં સ્ટારલિંક હોવાનું સામે આવ્યું હતું.
સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે
સ્ટારલિંક એ એલન મસ્કની કંપની આખી દુનિયામાં સેટેલાઈટ દ્વારા જે ઈન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે, તે કામ કંપની સ્ટારલિંક દ્વારા કરશે. આ માટે કંપનીએ અવકાશમાં ઉપગ્રહોનો સમુહ મોકલ્યો છે. તેને સ્ટારલિંક કહેવાય છે
સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે. જે 34 દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ પ્રદાન કરે છે. તેનો હેતુ વૈશ્વિક કવરેજનો છે. સ્પેસએક્સે 2019માં સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું. મે 2022 સુધીમાં, સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (LEO)માં 2 હજાર 400થી વધુ મોટા પ્રમાણમાં ઉત્પાદિત નાના ઉપગ્રહોનો સમાવેશ કરે છે. જે નિયુક્ત ગ્રાઉન્ડ ટ્રાન્સસીવર્સ સાથે વાતચીત કરે છે. એલન મસ્ક સેટેલાઇટ દ્વારા લોકોને ઇન્ટરનેટની સુવિધા પણ આપી રહી છે અને તેમાં ઉન્નતિ માટે હવે વધુ ઉપગ્રહો મોકલવાની તૈયારી ચાલી રહી છે જે નજારો ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના આકાશમાં જોવા મળ્યો હતો.