ગુજરાત ના સૌરાષ્ટ્ર માં સવારે 7.40 કલાકે ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો,રાજકોટ થી 22 કીમી દૂર ભૂકંપ નું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.રિકટર સ્કેલ ઉપર 4.8 ની તીવ્રતા નોંધાઈ છે.સૌરાષ્ટ્ર ના રાજકોટ સહિત ખીરસરા ,રાડળ ,ગોંડલ ,જૂનાગઢ ,સુરેન્દ્ર નગર ,સાયલા, અમરેલી ,જામનગર ,ચોટીલા,વાંકાનેર ,સાવરકુંડલા વગેરે જગ્યા એ આંચકો નોંધાયો હોવાના અહેવાલ છે. એક મહિના માં આ બીજી વખત ભૂકંપ નો આંચકો નોંધાયો છે.રાજકોટ માં લોકો એ જણાવ્યું હતું કે લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકોઅનુભવાયો હતો. ભૂકંપથી ધરા ધ્રુજતા લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. જસદણમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.એજ રીતે જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો.
