સૌરાષ્ટ્રમાં સીઆર પાટીલ સાથે રહીને ગરબા અને રેલીઓ માં ભાગ લેનાર સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવી આખરે કોરોના માં સપડાતા તેઓ ની સાથે ગરબા રમનારા પણ ટેંશન માં આવી ગયા છે. હર્ષ સંઘવીએ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી ખાતે ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા અને તેઓ ના આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા અગાઉ વ્યક્ત થઇ ચુકી છે અને મીડિયા માં ઘણી આલોચના થઈ હતી.
દરમિયાન મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી તેમની સાથે જોડાયા હતા અને સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ શરૂ થયેલા પ્રવાસમાં હર્ષ સંઘવી સાથે ને સાથે હતા તેમજ જૂનાગઢ થી ભાજપ નો સંઘ રાજકોટ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન કેશોદ ચોકડી પાસે જાહેરમાં રોડ પર ભાજપ ના ગરબા યોજાયા હતા આ ગરબા માં મન મુકીને હર્ષ સંઘવી ગરબે ઘૂમ્યા હતા અને હવે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા સનસનાટી મચી છે અને અત્યારસુધી કેટલાય લોકો સંપર્ક માં આવતા તંત્ર મુંજવણ માં મુકાયું છે એટલુંજ નહિ પણ તેમના સીધા સંપર્ક માં આવનાર સીઆર પાટીલ તો દિલ્હી પહોંચ્યા છે અને પીએમ મોદી ને મળનાર છે ત્યારે આ બાબત ગંભીર બની છે.અહીં એક વાત નોંધનીય છે કે નિયમ મુજબ કોરોના પોઝીટીવ આવનાર પેશન્ટ ના સંપર્ક માં આવનાર તમામ ને કોરોન્ટાઇન કરવા પડે ત્યારે અહીં તો કોરોના પોજીટીવ આવેલા ધારાસભ્ય સંઘવી તો સીઆર સહિત અનેક ના કોન્ટેક્ટ માં આવ્યા છે અને તેઓ બિન્દાશ ફરી રહ્યા છે ત્યારે આ નેતાઓ ને નિયમો કોણ સમજાવશે ?
