સૌરાષ્ટ્ર યુનિ.માં કોરોના ગાઈડ લાઈન વચ્ચે પરીક્ષા નો પ્રારંભ થયો છે.આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ સહિત 15 હજાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ આપેલું ડિક્લેરેશન માં સ્વસ્થતા નું ફોર્મ ભરી રહ્યા છે કોરોના મહામારીમાં કોઈ વ્યક્તિમાં કોઈ લક્ષણ ન હોય તો ડોક્ટર કે રિપોર્ટ કરવાથી જ ખબર પડી શકે કે તે વ્યક્તિ સ્વસ્થ છે કે નહીં, પરંતુ યુનિવર્સિટીની આજથી શરૂ થતી પરીક્ષામાં ડોક્ટર નહીં, વિદ્યાર્થી પોતે જ જણાવશે કે ‘હું સ્વસ્થ છું’. આ ડિક્લેરેશન ફોર્મ આપનાર વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે. કેટલાક વિદ્યાર્થીએ કહ્યું હતું કે કોરોનાકાળ વચ્ચે અમે પરીક્ષા આપીએ છીએ એ અમારા માટે યાદગાર રહેશે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાનાં 82 કેન્દ્ર પર થર્મલગન અને સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે. તમામ કેન્દ્રો પર પ્રશ્નપેપર રવાના કરવામાં આવ્યાં હતાં. તમામ પરીક્ષા વર્ગમાં 15થી 20 વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સામાજિક અંતર જળવાઈ રહે. પરીક્ષામાં ચોરી અટકાવવા માટે 60 જેટલા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે તેમજ દરેક પરીક્ષા કેન્દ્રમાં ઓનલાઈન ઓબ્ઝર્વેશન માટે સીસીટીવી કેમેરા ફરજિયાત રહેશે.આમ કોરોના ની મહામારી માં સૌરાષ્ટ્ર યુનિ. ની પરીક્ષા નો પ્રારંભ થયો છે.
