આજકાલ છોકરીઓ અસલામત બની ગઈ છે આણંદના ઉમરેઠમાં ધો.11માં ભણતી સગીરા ઉપર ત્રણ વિઘર્મી યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચી છે.
આ ઘટનામાં ફરિયાદ થતાં ઉમરેઠ પોલીસે ત્રણમાંથી એક ઇસમની અટકાયત કરી છે,જ્યારે અન્ય બે ઇસમો ફરાર છે.
ઉમરેઠથી આણંદ વિદ્યાનગર ખાતે ધો.11માં અભ્યાસ કરતી સગીરા અપડાઉન કરતી હોય ઉમરેઠના ઓડ બજારના રહીશ રિક્ષાવાળા રાહિલ અલ્લારખા વ્હોરા સાથે સંપર્કમાં આવતા એક દિવસ એકલતાનો લાભ લઇ રીક્ષામાં અપડાઉન સમયે ભોગબનનાર સગીરા સાથે ફોટા પાડયા બાદ તે ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી તે ભોગબનનાર સગીરવયની છોકરી સાથે તેની મરજી વિરુદ્ધ ધાક ધમકી આપી ઉમરેઠ થી આણંદ જવાના રસ્તામાં રીક્ષામાં બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ અવારનવાર દુષ્કર્મ કર્યું હતુ.
આરોપીએ પોતાની સાથે જ રીક્ષામાં અપડાઉન કરવા અને સંબંધ રાખવા ધાક ધમકીઓ આપતા સગીરા કંટાળી જતા પોતાના માતાપિતાને જાણ કરતા સગીરાના માતાપિતા ચોંકી ઉઠ્યા હતા અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ઈ.પી.કો કલમ 376 (2)(J),376 (2)(L), 354(D),506 તથા પોક્સો એક્ટની કલમ 6,10,12 મુજબ ગુનો નોંધી ગણતરીના સમયમાં જ આરોપી રાહિલ વ્હોરાને પકડી પાડ્યો હતો અને અન્ય બે ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.