કોરોના એ સામાન્ય નાગરિકો ની પથારી ફેરવી નાખી છે અને હાલ લોકો પાસે આવક બંધ થતાં પૈસા ની તંગી છે અને બીજી તરફ સ્કૂલો બંધ હોવાછતાં પાર્ટ ટાઈમ ઓન લાઇન શિક્ષણ આપી ફૂલટાઈમ ની ફી ભરવા સંચાલકો વાલીઓ ને દબાણ કરી રહ્યા છે ત્યારે મામલો ગુંચવાયો છે, હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે ખાનગી સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક કરીને ફી માફી અંગે ખાસ ફોર્મ્યુલા તૈયાર કરવા જણાવતા ગતરોજ ગુરુવારે યોજાયેલ ખાનગી સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચેની બેઠક અનિર્ણિત રહી હતી. શિક્ષણ વિભાગે તમામ વાલીઓને ફી માફીનો લાભ આપવા જણાવ્યું હતું, જ્યારે કે સ્કૂલ સંચાલકોએ જરૂરીયામંદ વાલીઓને ફી માફીનો લાભ આપવાનો મુદ્દો રજુ કર્યો હતો. જેથી ફી માફી મુદ્દે શિક્ષણ વિભાગ અને ખાનગી સ્કૂલ સંચાલકો એક મત ન થતા મિટીંગ અનિર્ણિત રહી હતી આમ વાલીઓ નું કહેવું છે કે કોરોના માં સ્કૂલો બંધ છે અને મહામારી માં ફી માફ કરવી જોઈએ જયારે સંચાલકો નું કહેવું છે કે સ્કૂલ નો ખર્ચો કેવી રીતે કાઢવો જે ફી ઉપર નિર્ભર છે આમ આ મુદ્દો હવે બરાબર નો ગુંચવાયો છે.
