પીઢ કોંગી અગ્રણી અહમદ પટેલ કોરોના સામે જિંદગી હારી જતા તેમના મૂળ વતન પીરામણ ગામ માં શોક નું મોજુ ફરી વળ્યું છે, મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું દિલ્હી માં નિધન થયું છે ત્યારે તેમની ઇચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે.
જોકે કોરોના માં તેઓ નું નિધન થયું હોવાથી હજુસુધી નિર્ણય લેવાયો નથી પણ પીરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અહેમદ પટેલના પરિવાર અને પીરામણ ગામના સ્થાનિક લોકો ઇચ્છે છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય પરંતુ હજી સુધી નિર્ણય લેવાયો નહી હોવાનું જાણવા મળ્યું છે, બીજી તરફ વડોદરામાં રહેતા અહેમદ પટેલના સાળી દિલ્હી જવા રવાના થયા હોવાની વિગતો જાણવા મળી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પીરામણથી છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા, પરંતુ તેમનો પીરામણ ગામ ના લોકો સાથે સતત સંપર્ક માં રહેતા હતા અને અવાર-નવાર પીરામણ ગામની મુલાકાતે આવતા હતા ત્યાં તેઓના નિવાસસ્થાને રોકાતા હતા અને કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા હતા અને ગામની સમસ્યા તથા મુશ્કેલીઓ અંગે પણ વાત કરીને એનો નિકાલ કરતા હતા ગામ માં અને પરિવાર માં તેઓ ને બાબુભાઇ ના નામ થી બધા બોલાવતા હતા.
