ગુજરાત માં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરાઈ છે તા.4થી 6 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થઈ છે અને આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નું આગમન થશે. હાલ માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ના અહેવાલ છે,હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી તા.4 થી 6 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભવના વ્યક્ત થઈ છે.
આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્રે નોંધનીય છે રાજ્ય માં હજુપણ જોઈએ તેવું ચોમાસુ જામ્યું નથી અને ઘણા વિસ્તારમાં તો હજુ વાવણી પણ થઈ નથી આમ અષાઢ મહિનો અડધો નીકળી ગયો હોવાછતા ગુજરાત ના કેટલાય ગામે વાવણી નહિ થતા સમયસર વરસાદ ના અભાવે ખેડૂતો ચિંતા માં મુકાયા છે.
