ગુજરાતમાં હવે લાખ્ખોમાં મળતા ગેજેટ્સ હજ્જારોમાં જ મળી જશે,જીહા, ભારતીય કંપની વેદાંતાએ વિશ્વની સેમી-કન્ડક્ટર કેપિટલ તરીકે ઓળખાતી તાઈવાનની કંપની ફોક્સકોન સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી દીધી છે અને તેમાંય હવે આ પ્લાન્ટ ગુજરાતમાં નાખવામાં આવનાર છે.
ગુજરાતમાં સેમી-કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા નક્કી થઈ ચૂક્યું છે, ભારત સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતો પૂરી કરી શકશે અને અન્ય દેશોમાં નિકાસ પણ કરી શકશે.ભારતનો આ સોદો તેના માટે ફાયદાકારક તો છે જ પરંતુ ચીન જેવા હરીફની ચિંતા પણ વધારનાર છે. ગુજરાતમાં અમદાવાદ નજીક સ્થપાનારા આ પ્રોજેક્ટ માટે કુલ 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
સંયુક્ત સાહસમાં વેદાંતા 60 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તાઈવાનની કંપની 40 ટકા હિસ્સો ધરાવે છે.
આમ,ગુજરાતમાં આ પ્લાન્ટ આવતા ફાયદો થશે.
ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના થશે કે તેનાથી ભારત સેમીકંડક્ટરની જરૂરીયાતને પૂરી કરી શકશે અને બીજા દેશોને એક્સપર્ટ કરવાની સ્થિતિમાં હશે. તેનાથી ચીનની ચિંતા વધી શકે છે.