ભારત માં તબીબી આલમ માં આ વાત ભારે ચર્ચા જગાવી રહી છે કે હવે આયુર્વેદિક ડોક્ટરો પણ સર્જરી કરી શકશે અને આ વાત મુદ્દે IMA ભડકયું હતું અને આ બાબતે નિંદા કરવામાં આવી રહી છે અને આ નિર્ણય ને તબીબી પ્રણાલીઓના મિશ્રણને પાછળ ધકેલનાર પગલું ગણાવ્યું હતું
નોંધનીય છે કે આયુષ મંત્રાલયને આધીન ભારતીય ચિકિત્સા પ્રણાલીઓના નિયમન સાથે સંકળાયેલ સીસીઆઈએમએ 20 નવેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં 39 જનરલ સર્જરી પ્રક્રિયાઓની યાદી રજૂ કરી હતી જેમાંથી 19 પ્રક્રિયાઓ આંખ, કાન, નાક અને ગળા સાથે સંબંધિત છે. આ માટે ઈન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદા એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, 2016માં સંશોધન કરવામાં આવ્યું હતું પણ તેનો વિરોધ શરૂ થયો છે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (આઈએમએ)એ માગણી કરી છે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસીન (સીસીઆઈએમ)નું એ નોટિફિકેશન પરત લેવું જોઈએ જેમાં આયુર્વેદના સ્નાતકોત્તર ડોક્ટરોને જનરલ સર્જરી કરવા માટે તાલીમ આપવા મંજૂરી અપાઈ છે. તેણે કહ્યું હતું કે આ તબીબી શિક્ષણ કે પ્રેક્ટિસનું ‘ખિચડીફિકેશન’ છે. આમ હવે આ મામલે વિરોધ થતા તબીબી આલમ માં આ વાત ભારે ચર્ચાસ્પદ બની રહી છે.
