કોરોના ના કેસ સર્વત્ર વધી રહ્યા છે ત્યારે દિવાળી બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોરોના પોઝીટિવ કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે આવા દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા તજવીજ શરૂ થઈ છે. ગાંધીનગર સિવિલના સત્તાધિશોએ ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે ખાલી બેડ ફાળવવા સંમતિ આપી છે. વિગતો મુજબ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 90 કરતાં વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. વાત કરીએ તો હાલ મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 45, સાબરકાંઠામાં 19, બનાસકાંઠામાં 16, ગાંધીનગરમાં 17 અને અરવલ્લી જિલ્લામાં 04 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં દિવાળી પહેલાં કોરોના સંક્રમણમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં નવા વોર્ડ શરુ કરવામાં આવ્યાં હતાં. છેલ્લા અઠવાડિયા ઉત્તર ગુજરાતના સાંબરકાઠા , મહેસાણા સહિત વિસ્તાર કોરોના કેસના આંકડાઓ વધ્યા છે. આગામી દિવસો વધુ ટેસ્ટીંગ માટે તંત્ર સાબધુ બન્યું છે ત્યારે વધુ કેસ નોંધવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
