કોરોના ની મહામારી વધતા હવે RTPCR ટેસ્ટ માટે કોઈ પરવાનગી ની જરૂર રહેશે નહીં, અગાઉ સરકારે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે ભલામણ ફરજિયાત બનાવ્યું હતું, પરંતુ દિવાળી પછી કેસોમાં વધારો થતાં હવે રાજ્ય સરકારે આ નિયમ દૂર કર્યો છે. કોઇપણ વ્યક્તિને કોરોનાનાં લક્ષણ જણાય કે પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું જણાય તો ડોક્ટરની ભલામણ વિના પણ સ્વૈચ્છિક રીતે સરકારી કે ખાનગી લેબોરેટરીમાં જઇને ટેસ્ટ કરાવી શકશે.
હાલ રાજ્યમાં 45 સરકારી અને 38 ખાનગી મળીને કુલ 83 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. હાલ રાજ્યમાં સરેરાશ રોજના 70 હજારથી વધુ ટેસ્ટ થાય છે. આમ કોરોના ના વધતા કેસો જોતા હવે સરકારે તે નિયમ દૂર કર્યો છે જેનાથી ટેસ્ટ પ્રક્રિયા માં ઝડપ આવશે.