હવે નવા હેલ્મેટ નો ખર્ચો કરવા તૈયાર થઈ જાવ કારણ કે હવેથી હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવા જોઈએ નહીં તો થશે દંડ.
ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટ અભિયાન હાથ ધરાવા જઇ રહ્યું છે અને હેલ્મેટ માટે નવો કાયદો અમલ માં આવનાર છે જે મુજબ આગામી જૂન મહિનાથી હવે કોઈપણ જેવતેવા હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કરવામાં આવ્યો છે, પરિણામે ખાસ હેલ્મેટ નહિ પહેરનાર વાહનચાલકો ને પકડી પકડી દંડ ફટકરવાનું અભિયાન હાથ ધરવા તખ્તો ગોઠવાઈ ચુક્યો છે, જેથી ફરી દરેક વાહન ચાલકે એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે.
વિગતો મુજબ હેલ્મેટનો નવો નિયમ તારીખ 01-06-2021થી લાગુ થશે
પ્રથમ તબક્કા માં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં આ હેલ્મેટનો નવો કાયદો અમલ માં મૂકવામાં આવશે. નવો કાયદો 01-06-2021 અમલી બનશે. આ માટે વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના .0. એસઓ 4252 તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે, જે મુજબ આ હુકમથી ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય આમ હવે નવું હેલ્મેટ વસાવવુ પડશે.