મહારાષ્ટ્રમાંથીભાજપના ધારાસભ્યોને ગુજરાત લાવવા ગતિવિધિ શરૂ થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે એક જાણીતી કલબમાં ઉતારો આપવાની વાતોએ રાજકીય માહોલ ગરમ બનાવી દીધો છે.
મહારાષ્ટ્રમાં ભાજપે જો સરકાર રચવી હોય તો શિવસેનાના ધરાસભ્યોને સાથે રાખી પોતાના 105 ધારાસભ્યમાંથી પણ કોઈ તૂટે નહીં તે વાત પણ એટલીજ જરુરી હોય હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને હવાઇ માર્ગે અમદાવાદ લાવી ત્યાંથી નજીકના કોઈ રિસોર્ટમાં રાખવા ગતિવિધિ શરૂ થઈ હોવાના મીડિયા રીપોટ્સ છે.
મહારાષ્ટ્રમાંથી આવનાર ભાજપના ધારાસભ્યોને અમદાવાદના સાણંદ નજીકની એક ક્લબમાં ઉતારો આપવામાં આવનાર હોવાની વાતો ચર્ચાઈ રહી છે.
અહીં ભાજપના ઘણા કાર્યક્રમો થયા હોવાની વાત વચ્ચે સિક્રેટ કાર્યક્રમો માટે સેફ મનાતા આ સ્થળે મહારાષ્ટ્રથી આવનાર ભાજપના ધારાસભ્યોને રાખવામાં આવનાર હોવાની વાતો ચર્ચામાં રહી છે.
હાલમાં શિવસેના માં ભંગાણ સર્જાતા ભાજપના ધારાસભ્યો કોઈ તોડે નહિ તે માટે આગોતરી તૈયારીઓ શરૂ થઈ હોવાનું કહેવાય છે.