સમગ્ર દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગામમાં 19 વર્ષીય દલિત પુત્રી ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા એક દિવસની પ્રતિક હડતાલની જાહેરાત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલના સફાઈ કામદારો આજે મંગળવારે એક દિવસ શહેરભરમાં સફાઈ ન કરીને વિરોધ નોંધાવ્યો હતો.
ઉત્તર પ્રદેશની ગેંગરેપની ઘટનામાં પીડિત પરિવારને વહેલામાં વહેલા ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.
યુપી ના હાથરાસ ખાતે સામુહિક બળાત્કાર ની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે. જેનો વિરોધ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. સફાઈ કર્મચારીઓ એ આજે બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે કોઈપણ સમાજ ની દીકરી હોય પણ આવી ઘટનાઓ ન બને તે માટે સખત સજા ની જોગવાઈ લાવી ત્વરિત પગલાં ભરવા માંગ ઉઠી છે ,આમ આવી ઘટનાઓ અંગે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે
