હાથરસ માં મોટાપાયે જાતિવાદી હિંસા ફેલાવવા ના કાવતરા નો પર્દાફાશ થયો છે અને પોલીસે ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાંથી ચરમપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેમના સહયોગી કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI)સાથે સંકળાયેલા ચાર ઈસમો ની ધરપકડ કરી છે ઝડપાયેલા ઈસમો પાસેથી હાથરસ ગેંગરેપ મામલે ઉશ્કેરણીજનક સાહિત્ય પણ મળી આવ્યું છે. પોલીસે આ ઈસમો પાસે થી મોબાઈલ, લેપટોપ જપ્ત કરી લઈ વધુ તપાસ હાથ ધરીછે. ચારેય આરોપી દિલ્હીથી હાથરસ જતા હતા ત્યારે જ ઝડપાઇ ગયા છે.
વિગતો મુજબ PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એક ચરમપંથી એક ઈસ્લામિક સંગઠન છે. તેની હેડ ઓફિસ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં આવેલી છે. આ સંગઠન અગાઉ નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધમાં દિલ્હીમાં થયેલાં રમખાણોમાં સામેલ હોવાની વાત અગાઉ બહાર આવી ચૂકી છે.
એડીજી લો એન્ડ ઓર્ડ્ર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે કેટલાક શંકાસ્પદ ઈસમો દિલ્હીથી હાથરસ તરફ જઈ રહ્યા હોવાના મળેલા ઈનપુટના આધારે ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને હાથરસ સાથે જોડાયેલા દરેક વિસ્તારને એલર્ટ કરાયા હતા અને ચેકીંગ હાથ ધરાયુ હતું.
દરમ્યાન સોમવારે રાત્રે લગભગ 11 વાગે મથુરામાં ટોલપ્લાઝા પર ચાલી રહેલા વાહનો ના ચેકિંગ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કાર (DL 01 Zc 1203)ને અટકાવવામાં આવી હતી જેમાં સવાર 4 ઈસમો ની પૂછપરછ દરમિયાન તેમની હરકતો શંકાસ્પદ જણાતાં તેઓ ની અટકાયત કરી હાથ ધરેલી તપાસ માં તેઓ PFI અને CFI સાથે જોડાયેલા હોવાની વાત બહાર આવી હતી આ આરોપીઓમાં મુઝફ્ફરનગરના અતીક, બહચરાઈનો મસૂદ અઝમદ, રામપુરનો આલમ અને કેરળના મલ્લપુરમનો સિદ્દીકી સામેલ છે. સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે હાથરસના બહાને ઉત્તરપ્રદેશમાં રમખાણો ફેલાવવાના કાવતરામાં કોણ કોણ સામેલ છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિંસક પ્રદર્શન માટે એક શંકાસ્પદ સંગઠનથી વેબસાઈટને ફંડ પણ મળ્યું હતું જે વિદેશથી ફંડ મળ્યું હોવાની વાત પણ સામે આવતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
