ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચામાં રહેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ કોઈ જાહેર કાર્યક્રમમાં કે કોઈ નિવેદન આપવાથી દૂર રહયા હોય તેવું લાગી રહ્યુ છે.
હાર્દિક પટેલે ભાજપ જોઇન કર્યા બાદ તેઓએ તે દિવસે કહ્યુ હતુ કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનું ગૌરવ છે, મોરારજી દેસાઈ ગુજરાતનું ગૌરવ છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું નહીં, સમગ્ર વિશ્વનું ગૌરવ છે.
હાર્દિકે જાહેરાત કરી હતી કે, તે દર 10 દિવસે એક કાર્યક્રમનું આયોજન કરશે જેમાં તે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરવાનું કામ કરશે.
યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાતાની સાથે જ ભાજપ માટે સૈનિકની જેમ કામ કરવાનું જણાવ્યું છે પણ હજુસુધી કોઈ કાર્યક્રમ નહિ કરતા અને જાહેરમાં કોઈ નિવેદન પણ સામે નહિ આવતા લાગી રહ્યું છે કે ચૂંટણી નજીક આવતા તેઓને કોઈ કામ સોંપવામાં આવી શકે છે.