હાલ માં સરકાર ના કેટલાક નિર્ણયો સામે વિપક્ષો દ્વારા પસ્તાળ પડી રહી છે આવાજ એક સવાલ માં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા સરકાર ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવતી હોવાના ગંભીર આક્ષેપો કરી કહ્યું કે સરકારે અદાણી સાથે 25 વર્ષનો વીજ ખરીદી કરાર કર્યો હતો છતાંપણ અદાણીએ ભાવ વધારા માટે અરજી કરી તો વચગાળાના ભાવ વધારા પેટે 2 હજાર કરોડ રૂપિયા આપી દેવાયા છે. તેમણે કહ્યું કે સરકાર સૂત્ર આપે છે કે ખાતો નથી, ખાવા દેતો નથી, પણ હકિકત એ છે કે ત્રણ ચાર ઉદ્યોગપતિઓ સિવાય બીજાનો વારો આવવા દેતા નથી. સૌની યોજનામા પણ 500 કરોડની ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો.
અધિકારીઓની વફાદારી પણ પ્રજા પ્રત્યે હોવી જોઇએ
પૂંજા વંશે કહ્યું કે અધિકારીઓને જે પગાર મળે છે એ રાજ્યની 6.5 કરોડની જનતાના પરસેવાની કમાણીમાંથી મળે છે. આથી તમારી વફાદારી સરકાર પ્રત્યે નહીં પરંતુ ગુજરાતની પ્રજા પ્રત્યે રાખો. સરકારની હામાં હા અને નામાં ના કરવાને કારણે અત્યારે ગંભીર પરિસ્થિતિ પેદા થઇ છે.
આમ સરકાર ની નીતિઓ સામે હવે પસ્તાળ પડી રહી છે.