હાલ સમાજમાં એવા એવા કિસ્સા સામે આવે છે કે તે સાંભળી કોની ઉપર ભરોસો કરવો તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આ કિસ્સો છે ગુજરાત ના વેરાવળનો કે માતા જેને ધર્મનો ભાઈ માનતી હતી તેની યુવાન વિધવાપુત્રીને ભાણી કહેનાર નિવૃત પોલીસમેન એવા મામા એ હવસ સંતોષી તરછોડી હોવાનો બનાવ સામે આવ્યો છે.
વેરાવળની યુવાન વિધવા જેને મામા કહેતી હતી તે રાજકોટના પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા જમાદારે ઈજ્જત લૂંટયા બાદ લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષમાં અનેક વખત વિધવા પર દુષ્કર્મ આચરતો રહ્યો હોવા અંગેનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
પોલીસે નિવૃત્ત જમાદાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. વિગતો મુજબ વેરાવળમાં રહેતી યુવાન વિધવાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિવૃત્ત જમાદાર ગાંધીગ્રામના મોચીનગરમાં રહેતા દેવશી મેઘજી પરમારનું નામ આપ્યું હતું.
વિધવાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2001માં ચોટીલા થયા હતા અને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને ત્રણ પુત્રી થયા હતા ત્યારબાદ પતિનું અકસ્માતે દાઝી જવાથી મૃત્યુ થઇ જતા કોઈ આધાર નહિ રહેતા તે શાપરમાં પોતાના સંતાનો સાથે માતાના ઘરે રહેવા આવી ગઇ હતી જ્યાં ત્યારબાદ માતા પુત્રી સહિતનો પરિવાર રાજકોટમાં લક્ષ્મીના ઢોરે કટારિયા શો-રૂમની સામે રહેતા હતા.
દરમિયાન અહીં નિવૃત્ત જમાદાર દેવશી પરમારને વિધવાની વિકલાંગ માતા ભાઇ કહેતી હતી અને તે અવારનવાર ઘરે આવતો હતો, વિધવા પણ નિવૃત્ત પોલીસમેનને મામા કહેતી હતી, અને તે આર્થિક મદદ પણ કરતો હતો.
જોકે,નિવૃત થઈ ગયેલા મોટી ઉંમરના પોલીસ કર્મી ની દાનત બગડી હતી અને ધીરેધીરે ભરણપોષણની લાલચ આપી વિધવા યુવતીને
પોતાની જાળમાં ફસાવ્યા બાદ દેવશી પરમારે વિધવાને પોતે પોતાના પરિવારના સભ્યોને છોડીને લગ્ન કરી લેશે તેવી વાત કરી વિશ્વાસમાં લઇ ફોસલાવી વિધવા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા,ભાણીતો દેવશીમામા નું નવું રૂપ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ બીજી તરફ એક વખત શરીર સબંધ બાંધ્યા દેવશીએ ભાણીને વિશ્વાસ અપ્યો કે હવે તારું અને તારા બાળકોનું ભરણપોષણ કરીશ અને લગ્નની લાલચ આપી ટીટોળિયાપરામાં ભાડાનું મકાન અપાવી વિધવા સાથે ત્રણ મહિના રહ્યો હતો અને એક દિવસ અચાનક જ જતા રહેતા વિધવા તેના સંતાનો સાથે ફરી વિકલાંગ માતા પાસે શાપર આવી ગઈ હતી
ગત તા.13 જૂનના વિધવા શાપરમાં ઘરે હતી ત્યારે ફરીથી દેવશી ત્યાં ધસી ગયો હતો અને વિધવાને ગાળો ભાંડી બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને કંઇક લખાણ કરેલા દસ્તાવેજ લઇને ગયો હતો અને તેમાં વિધવાની સહી પણ કરાવી હતી. દુષ્કર્મ આચરી ત્યાંથી જતો રહ્યો હતો. દેવશીના સંતાનોને ત્યાં પણ સંતાન છે છતાં દેવશીએ વિધવાને જાળમાં ફસાવી એક વર્ષ સુધી તેની સાથે શરીર સંબંધ બાંધ્યાનો આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે હવે એક નિવૃત પોલીસવાળા સામે પોલીસ કેવા પગલાં ભરે છે તે અંગે લોકોમાં અનેક તર્ક વહેતા થયા છે.