હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગના તહેવાર હોળીનું ખુબજ મહત્વ રહેલું છે. પંચાગ મુજબ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળી ઉજવવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી નું પર્વ હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાય છે ત્યારે
આ વખતે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવો મોંઘો બનશે.
હાલ બજારમાં કલર અને પિચકારીના ભાવોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.
આ વખતે કલરના ભાવમાં 20થી 30 ટકા અને પિચકારીના ભાવમાં 25થી 30 ટકા સુધી ભાવ વધારો ધ્યાને આવી રહ્યો છે.
બજારમાં ર૦ રૂપિયાથી ૧ હજાર રૂપિયા સુધીની અલગ અલગ પિચકારીઓ વેચાય છે.
ગત વર્ષે બજારમાં પ૦ રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે ૬પથી ૭૦ અને ર૦૦ રૂપિયાની પિચકારીના રપ૦ જેટલા ભાવ છે. બજારમાં ર૦ રૂપિયાથી ૧ હજાર રૂપિયા સુધીની અવનવી પિચકારીઓ વેચાય છે. ગત વર્ષે બજારમાં પ૦ રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે ૬પથી ૭૦ અને ર૦૦ રૂપિયાની પિચકારીના રપ૦ જેટલા ભાવ રહેશે.
ખાસ કરીને બાળકોમાં પમ્પ, એરપ્રેશર, નાની-મોટી ગન, ટેન્કવાળી, કાર્ટૂન કેરેક્ટર, બાર્બી ડોલ અને જુદા જુદા પ્રાણીઓના ડિઝાઈન વાળી પિચકારીઓની ડિમાન્ડ વધુ રહેતી હોય છે ત્યારે આ વખતે કલર અને પિચકારીના ભાવો ગત વર્ષ કરતા વધુ જોવા મળી રહયા છે.