રાજ્ય માં આ વખત નું ચોમાસુ કેવું રહેવાનું છે તે અંગે હોળી ની જ્વાળા ઉપર થી અંબાલાલ પટેલે જોરદાર આગાહી ઠપકારી દીધી છે અને તેઓ ની આગાહી મુજબ માર્ચની કાળઝાળ ગરમી બાદ એપ્રિલ મહિનામાં કરા પડવાની વાત કરી છે. આમતો સામાન્ય રીતે જૂન મહિના માં વરસાદ પડતો હોય છે પણ આ વખતે વરસાદ એપ્રિલ માં પડશે અને તે પણ કરા પડશે તેમ અંબાલાલ પટેલ નું કહેવું છે અને ત્યારબાદ મે મહિનામાં જ વરસાદની સંભાવનાઓ રહેલી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ગત વર્ષ 2020 કરતા 2021માં વરસાદ ઓછો આવશે. એટલું જ નહીં પરંતુ ઉ.ગુજરાતમાં વરસાદની અનિયમિતતા રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં 98 ટકા વરસાદની શક્યતાઓ છે. ચોમાસુ સારુ રહેશે, પરંતુ વરસાદની અનિયમિતતા રહેશે. એટલે કે જ્યાં પડશે ત્યાં ભુક્કા કાઢશે અને જ્યાં નહિ પડે ત્યાં ધૂળ ઉડશે અને કોળું ધાકોળ રહશે આમ ગત વર્ષ કરતા વરસાદ ઓછો પડવાની અંબાલાલ ભાઈ એ આગાહી કરી છે.
