વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 એપ્રીલે જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. જોકે જૂનાગઢ પહોંચતા પહેલા તેઓ રાજકોટમાં ટૂંકુ રોકાણ કરવાના છે. રાજકોટમાં તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરશે. અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે જૂનાગઢ જશે.
રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણાય છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાક વિમા સહિતના મુદ્દે સરકારથી નારાજ છે. કોંગ્રેસે પણ પરેશ ધાનાણી, પૂંજા વંશ, લલિત વસોયા સહિતના ધારાસભ્યોને ટિકિટ આપી છે. ભાજપ સૌરાષ્ટ્રની તમામ બેઠકો કઈ રીતે જીતવી તેના પર મંથન કરી રહ્યુ છે. ત્યારે નરેન્દ્ર મોદીના રાજકોટના ટૂંકા રોકાણ સમયે પણ સૌરાષ્ટ્રની વર્તમાન રાજનીતિના સંદર્ભે ચર્ચા થશે. આ સાથે જ કઈ રીતે સૌરાષ્ટ્રની તમામ બેઠકોને જીતી શકાય તેના પર પણ રણનીતિ ઘડાશે.