સંઘ પ્રદેશ દમણમાં(Daman) એક જ દિવસમાં 10 જેટલા કેસ કોરોના(Corona) સંક્રમિતોના દાખલ થઈ જતા પ્રશાસન વધુ સર્તક બની જવા પામ્યું છે. દમણમાં 18 જૂનના ગુરૂવારનાં રોજ એક સાથે 10 જેટલા કેસ કોરોના પોઝેટીવ(Corona Positive)નાં નોંધાવા પામ્યા હતા. દમણ પ્રશાસને જણાવ્યું કે, દમણનાં કોરોન્ટાઈન સેન્ટરમાં પહેલાથી જ જેમને દાખલ કરવામાં આવ્યા હતા તેમના રીપોર્ટ કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે દમણનાં ડાભેલ ક્ષેત્રમાં આવેલ 3 જેટલા કામદારોના પણ રીપોર્ટ(Report) કઢાવતા આજરોજ 18 જૂના રોજ તમામે તમામ 10 લોકોના કેસ પોઝેટીવ આવતા પ્રશાસન દોડતું થઈ ગયુ છે.
