કોરોના વાયરસનાં કહેરને લઈ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં મુસાફરો માટે બોય્ઝ સમરસ હોસ્ટેલમાં યુદ્ધનાં ધોરણે 1000 બેડનો કોરે કોરોન્ટાઇલ તૈયાર કરવામાં આવ્યો છે.
કોરોના કહેરનાં પગલે સુરત મનપા દ્વારા સંખ્યાબંધ પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ફોરેનથી આવતા તમામ લોકોને ફરજીયાત 14 દિવસ સુધી સરકારે ઉભા કરેલા કોરેન્ટેન વોર્ડમાં રાખવાની જાહેર કરી હતી. સુરતમાં પણ દર અઠવાડિયે આવતી ચાર ફોરેન ફલાઇટમાંથી આવતા મુસાફરોને 14 દિવસ સુધી નિરીક્ષણમાં રાખવા માટે ઉધના-મગદલ્લા રોડ ખાતે આવેલ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં 1000 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરેન્ટેન વોર્ડની મુલાકાત લેવા સુરત જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, સુરત પોલીસ કમિશનર સહિત મનપાનાં આરોગ્યની ટીમ આવી પહોંચી હતી. આ વોર્ડમાં આરોગ્ય અધિકારી ડૉ આશિષ નાયકની અધ્યક્ષતામાં મનપા આરોગ્યની ટીમ, મસ્કતી હોસ્પિટલની ટીમ કાર્યરત રહેશે.