હવામાનમાં ફેરફાર થવાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે ત્યારે હજુ અગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છનાં સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
તો 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાથી વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. 38 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે વાવાઝોડા અને વીજળીના કારણે રાજ્યમાં કુલ 11 લોકોના મોત થયા છે.
તમને જણાવી દઇએ, રાજ્યમાં અચાનક વાતાવરણના પલટાને કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે. લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતું પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, તો દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે અને ચોમાસાના ચાર મહીના દરમિયાન સરેરાશ 96 ટકા વરસાદ થશે. હવામાન વિભાગે આજે આ વર્ષના દક્ષિણ-પશ્વિમ ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે.