ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવાબંદરેથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉનાના નવાબંદરની અંદાજે 13થી 15 બોટ ડૂબી ગયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. જેમાં આશરે 10થી 15 માછીમારો પણ લાપતા થયાના સમાચાર મળી રહ્યાં છે. રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. (તસવીર- પ્રતિકારાત્મક)
વધુમાં તમને જણાવી દઇએ કે, ગીર સોમનાથ જીલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. ત્યારે આવી સ્થિતિમાં માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ હતી. એવામાં રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન થયું છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર દુર્ઘટનામાં 15 જેટલી બોટો ડૂબી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ અનેક માછીમારો લાપતા થયાનું સામે આવી રહ્યું છે. જોકે, સત્તાવાર રીતે હજું કેટલા માછીમાર ગુમ છે તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી. તે ઉપરાંત હજુ પણ દરીયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. ખરાબ હવામાન અને ભારે પવનના કારણે સમુદ્રમાં હેલી હોવાથી નાની બોટ એકબીજા સાથે ટકરાઈ હતી.