ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામા પ્રથમ દિવસે તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ ખુશાલ મુડમાં છે..જ્યારે વિવિધ જિલ્લામાંથી નોંધાયેલા ગેરરીતિના કેસો મુજબ એક ડમી વિદ્યાર્થી પકડાયો છે તેમજ બે વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા છે અને જે સાથે કુલ 14 ગેરરીતિના કેસો નોંધાયા છે.
આજે પ્રથમ દિવસે સવારે 10થી 1:30 દરમિયાન ધો.10માં ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના પેપરોની પરીક્ષા હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપરો એકંદરે સરળ રહ્યા હતા.જ્યારે બીજા સેશનમાં બપોરે 3થી6:30 ધો.12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટનું અને 12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર હતુ.
જેમાં એકાઉન્ટનું પેપર એકંદરે સરળ રહ્યુ છે જ્યારે ફિઝિક્સનું પેપર પણ સરળ રહ્યુ છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓને પેપર થોડું લેન્ધી એટલે કે લાંબુ લાગ્યુ હતુ અને જેના લીધે ઘણા વિદ્યાર્થીઓને થોડા માર્કસનું છુટી ગયુ હતું.એકંદરે તમામ પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ થયા હતા.બોર્ડના કંટ્રોલરૂમમાં નોંધાયેલા ગેરરીતિના કેસ મુજબ અમદાવાદ ગ્રામ્યમાં ધો.10માં બે ગેરીરિતના કેસ નોંધાયા હતા.