તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સરોજબેન નિતેશભાઇ ગામીતને વ્યારાની જનક હોસ્પિટલ(Hospital) ખાતે તારીખ 26/05/2020ના રોજ પ્રસૂતિ થઈ હતી. તેમને તારીખ 28/05/2020ના રોજ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી, ત્યારબાદ તેમની નવજાત દીકરી(Baby) ક્રિવા નીતેશભાઈ ગામીતને તાવ આવતાં તારીખ 10/06/2020 સાંજે 10:30 કલાકે જનક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તારીખ 11 જૂને સાંજે 6:30 કલાકે સ્મીમેર હોસ્પિટલ(Smimer Hospital) સુરત ખાતે વધુ સારવારઅર્થે મોકલવામાં આવી ત્યાંથી તારીખ 12મી જૂને નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રિફર કરાવામાં આવી હતી, જ્યાં Covid માટે તારીખ 12ના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હાલ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દાખલ છે..
સુરતના જિલ્લાઓમાં કોરોના
શુક્રવારે નવા 8 કેસ નોંધાતાં કુલ કોરોના પોઝિટિવનો આંક 217 પર પહોંચ્યો છે. જેમાં ચોર્યાસીમાં 1, કામરેજમાં 3, પલસાણામાં 2, બારડોલીમાં 2 કેસ નોંધાયા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં કુંભારિયાની મહિલા કોરોના સંક્રમિત થઈ હતી. જ્યારે બારડોલીના શામરિયા મોરોમાં શાકભાજી વિક્રેતા 69 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને મઢીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધના પરિવારની 30 વર્ષીય મહિલાનો અગાઉ કોરોનાનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવિડ-19 સેન્ટરમાં ખસેડવામાં આવી હતી.
એ સાથે બારડોલી તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા 12 પર પહોંચી છે. જ્યારે પલસાણાના ગંગાધરાની નંદનવન સોસાયટીમાં રહેતા એક કામદારને તાવ અને ઉધરસ જણાતાં ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાઈ હતી. જ્યાં કોરોનાનાં લક્ષણો જણાતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજો કેસપલસાણાના કરાડામાં આવ્યો હતો. જ્યાં એક વૃદ્ધાની હત્યાના ચાર આરોપી પૈકી એક આરોપી કોરોના પોઝિટિવ આવતાં તેને માલીબા કેમ્પસ કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. તો કામરેજના લસકાણામાં 42 વર્ષીય આશાવર્કર, રામદેવનગરમાં 80 વર્ષીય વૃદ્ધ અને ખોલવડની માતૃકૃપા સોસાયટીમાં આવેલા ગંગામૈયા એપાર્ટમેન્ટમાં 49 વર્ષીય આધેડ કોરોના સંક્રમિત થયા હતા. શુક્રવારે નવા 135 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને ફક્ત 2 દર્દીને સાજા કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં 1873 લોકો ક્વોરન્ટાઈન છે. જો કે, જિલ્લાઓમાં પણ કોરોના કેસનો સિલસિલો યથાવત રહ્યો છે.