વિધાનસભામાં જો 50 ટકા અનામત હોય તો 91 અને 33 ટકા હોય તો 61 ધારાસભ્યો ચૂટાય. પણ હાલ તો વિધાનસભામાં સરેરાશ 16 મહિલાઓ ચૂંટાઈ છે.
લોકસભાની ચૂંટણીમાં 33 મહિલાઓની અનામત બેઠકો રાખવા માટે ખરડો રજૂ કરાયો છે. જે કાયદો બનતા ગુજરાત વિધાનસભા અને સંસદોની બેઠક માટે 33 ટકા અમલ થવાની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં નેતીઓ માટે કેવી સ્થિતી છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
હાલ 500 જેટલાં પૂર્વ ધારાસભ્યો હોવાનો અંદાજ છે. કુલ 1390 ધારાસભ્યો ગુજરાતમાં આજ સુધીમાં ચૂંટાયા છે. મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોની જેમાં ગણતરી નથી. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. પછી મહિલાઓ ઓછા થતાં ગયા હતા.
ગુજરાત વિધાનસભાની વર્ષ 1975ની ચૂંટણીમાં 181 બેઠકો પર થયું મતદાન થયું હતું. તેમાં 14 મહિલા ઉમેદવારોમાંથી 3ની જીત થઈ હતી.
વિધાનસભામાં જો 50 ટકા અનામત હોય તો 91 અને 33 ટકા હોય તો 61 ધારાસભ્યો ચૂટાય. પણ હાલ તો વિધાનસભામાં સરેરાશ 15 મહિલા ધારાસભ્ય છે.
છેલ્લી ચૂંટણી 2022માં 138 ઉમેદવારોમાંથી 15 મહિલાઓ ચૂંટાયા હતા.
1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા હતા. 2022 સાથે તે આંકડો 152 મહિલાઓ માંડ ચૂંટાઈ છે.
જરાત વિધાનસભાની બેઠકોમાં 9 ટકા બેઠકો મહિલાઓ ધરાવે છે. હવે 2025માં તે વધીને 91 થઈ શકે છે. મહિલા ધારાસભ્યોની સંખ્યા ક્યારેય પણ 16થી વધારે થઇ નથી. 33 ટકા અનામતની વાત થઇ રહી છે, ત્યારે આ સંખ્યા નહિવત સમાન છે. ભારતની આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. પણ પછી તે પ્રમાણ ઓછું થતું ગયું હતું.
ગુજરાત વિધાનસભામાં 1960માં મહિલા ધારાસભ્યની સંખ્યા 12 રહી હતી. જયારે 2012માં મહિલા ધારાસભ્યોની સંખ્યા 16 નોધાઈ હતી.
મહિલા ધારાસભ્યોની સંખ્યા ક્યારેય પણ 16થી વધારે થઇ નથી. જે કુલ સંખ્યાબળના નવ ટકાથી ઓછી છે. ગુજરાત વિધાનસભામાં 2012, 2007 અને 1985માં ત્રણ વખત 16 મહિલાઓ ધારાસભ્યો જોવા મળ્યા છે.
છેલ્લા બે દશકમાં ગુજરાત કેબિનેટમાં એક માત્ર મહિલા કેબિનેટ પ્રધાન આનંદીબહેન પટેલ નજરે પડ્યા છે. નરેન્દ્ર મોદી સરકારમાં આનંદીબહેન કેબિનેટ કક્ષાના પ્રધાન હતા.
વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 12ની જીત થઇ હતી. તેમની સફળતાની ટકાવારી 63.16 ટકા રહી હતી. કોંગ્રેસ તરફથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 12 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી, જે પૈકી ચાર મહિલાઓ ચૂંટાઈ હતી. સફળતાની ટકાવારી 33.33 ટકા રહી હતી.
2012, 2007 અને 1985માં ત્રણ વખત 16 મહિલાઓ ધારાસભ્યો જોવા મળ્યા છે.
વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 12ની જીત થઇ હતી અને તેમની સફળતાની ટકાવારી 63.16 ટકા રહી હતી. આવી જ રીતે કોંગ્રેસ તરફથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 12 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી, જે પૈકી ચાર મહિલાઓ ચૂંટાઈ આવવામાં સફળ રહી હતી. સફળતાની ટકાવારી 33.33 ટકા રહી હતી. 1960માં મહિલા ધારાસભ્યની સંખ્યા 12 રહી હતી. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા.
છેલ્લી ચૂંટણી 2022માં 138 ઉમેદવારોમાંથી 15 મહિલાઓ ચૂંટાયા હતા.
ભાજપની 2022ની ચૂંટણીમાં 160 ઉમેદવારોની યાદી જાહેર, 14 મહિલાઓને સ્થાન. પ્રથમ લિસ્ટમાં ભાજપે 10 ટકાથી પણ ઓછી મહિલાઓને આપી ટિકિટ ભાજપે ગુજરાતના પ્રથમ મહિલા સ્પીકરની ટીકિટ કાપી હતી.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 39 રાજકીય પક્ષોએ 70 મહિલા ઉમેદવારો ઊભા રાખ્યા હતા.બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠકો માટે 833 ઉમેદવારોમાં ફક્ત 139 મહિલા ઉમેદવારો હતા.ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મુખ્ય પક્ષોએ મળીને માત્ર 37 મહિલાઓને ટિકિટ આપી હતી. ભાજપે 17, કોગ્રેસે 14 અને આમ આદમી પક્ષે 6 મહિલાઓને ચૂંટણીમાં ટિકિટ આપી હતી.
સૌરાષ્ટ્રના 8 જિલ્લાનાં કુલ 310 ઉમેદવારોમાં મહિલાઓ માત્ર 27 હતા. સૌરાષ્ટ્રમાં મહિલા રાજનેતીઓને સૌથી વધારે અન્યાય થતો આવ્યો છે. જેમાં ભાજપે 5 – AAPએ 2ને ફાળવી ટિકિટ, કોંગ્રેસે એક પણ મહિલા ઉમેદવાર 2022માં ઉભા રાખ્યા ન હતા. મહિલાને ટિકિટની લાલચે ગુલાબસિંહે યૌન શોષણ કર્યું હોવાનો કોંગ્રેસનો આપ નેતા પર આરોપ હતો.
ગુનાખોરી દૂર ન થઈ
ગુજરાતમાં મહિલાઓ વધારે ચૂંટાશે તો ગુનાખોરી અંકૂશમાં આવશે એવું માનવામાં આવે છે. ભાજપ શાસનમાં દરરોજ 5 બળાત્કાર-દુષ્કર્મની કાળજુ કંપાવે તેવી ઘટનાઓ થાય છે. છતાં ભાજપનાં 7 મહિલા સાંસદ, 10 મહિલા ધારાસભ્યો મૌન રહેતાં આવ્યા છે. તો શું 91 મહિલાઓ આવશે ત્યારે અવાજ બહાર આવશે? ભાજપ સરકારના શાસનમાં છેલ્લા બે વર્ષમાં દસ હજારથી વધુ મહિલાઓ ઉપર બળાત્કારની ઘટનાઓ થઈ છે.ગુજરાત કોંગ્રેસે 2022માં કહ્યું કે 50 ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. 70 % ખેતી મહિલા ઉપર છે ખેતીને જીવતી રાખવા માટે મહીલા ખેડુતોને ખાસ લાભ આપો.
પંચાયતી રાજ
ગુજરાતના પંચાયતી રાજમાં 50 ટકા મહિલાઓ માટે અનામત છે. પણ તેઓએ સત્તા મેળવાવ અને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. વિમેન એમ્પાવરમેન્ટ : બેઠકોની ફાળવણીમાં મહિલા અનામત, નામ છે કામ નથી. મહિલા અનામતની વાતો કરતાં કોઈ પક્ષે અત્યાર સુધીની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં 33 ટકા મહિલાઓને ટિકિટ આપી નથી. મહિલાઓના સક્ષમીકરણ અને સમાન હકની વાતો કરનારા રાજકીય પક્ષો દ્વારા જ ચૂંટણીમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં કંજૂસાઈ કરવામાં આવતી હોય છે. ગુજરાતની ચૂંટણીમાં 50 ટકા મહિલા મતદારો છે.
ગુજરાત ચૂંટણીમાં મહિલાઓ માટે 1274 ખાસ મતદાન મથકો હતા.
પંચાયતો અને પાલિકા
આજે ભારતની પંચાયતો અને નગરપાલિકાઓમાં 15 લાખથી વધુ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ છે. તે લગભગ 40 ટકા છે. ગુજરાતમાં 50 ટકા છે.પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા. પછી ભાજપે ગુજરાતમાં 50 ટકા અનામત મહિલાઓ માટે લાવ્યો હતો.
- ગુજરાત પંચાયત અધિનીયમ – 1993 મુજબ 50 ટકા ગ્રામ પંચાયતોમાં મહિલા અનામતને કારણે મહિલા સરપંચ અને મહિલા સભ્યો ચુંટાય છે. આવા કૂલ 18 હજાર ગામડામાં 12 હજાર પંચાયતો છે. તે હિસાબે 6 હજાર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ છે અને 60 હજાર જેટલા મહિલા સભ્યો છે.
- હાલમાં 543 સીટોવાળી લોકસભામાં માત્ર 78 મહિલા સાંસદો છે.
- 238 બેઠકો ધરાવતી રાજ્યસભામાં માત્ર 31 મહિલા સાંસદો છે
- છત્તીસગઢ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 14 ટકા છે
- પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 13.7 ટકા છે
- ઝારખંડ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 12.4 ટકા છે
- બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10-12 ટકા છે.
આંધ્રપ્રદેશ, અરુણાચલપ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી છે. યુપીમાં લોકસભાની કુલ 80 બેઠકો છે, જેમાંથી 11 મહિલા સાંસદો છે. યુપીમાંથી લોકસભા સીટો પર તેમનું પ્રતિનિધિત્વ દેશની સરેરાશ 15% કરતા ઓછું છે. રાજ્યની કુલ લોકસભા બેઠકોમાંથી માત્ર 14% મહિલાઓ પાસે છે. યુપીમાં લોકસભાની 26 અને વિધાનસભાની 132 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે.યુપી વિધાનસભામાં સભ્યોની સંખ્યા 403 છે, જેમાં 48 મહિલા સભ્યો છે. નીચલા ગૃહમાં મહિલાઓની ભાગીદારી માત્ર 12% છે, જે વસ્તીની તુલનામાં ઘણી ઓછી છે. ઉપલા ગૃહ એટલે કે વિધાન પરિષદમાં માત્ર 6% ભાગીદારી છે.