Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે 16 હજાર નવી મિલ્કતો થઈ છે. નવી 11250 રહેણાંક અને 5186 કોમર્શિયલ મિલ્કતની આકારણી કરવામાં આવી છે.
બી. યુ. પરમીશન તેમજ વપરાશ શરૂ થઈ ગયા બાદ મિલકત તરફથી કરવામાં આવતી અરજીના આધારે નવી આકારણી થતી હોય છે.
Ahmedabad ટેક્સ વિભાગ દ્વારા નવી મિલ્કતની આકારણી કરાઈ છે.
ઝોન
- પૂર્વ ઝોનમાં સૌથી વધુ 4563
- ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3200
- દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 460 કોમર્સિયલ ઓફિસ, 235 દુકાન, 33 એન.એ. કરી છે.
- ઉત્તર પશ્ચિમમાં 633 ઓફિસ, 360 દુકાન અને 33 એન.એ.ખુલ્લા પ્લોટ.
- દક્ષિણ ઝોનમાં 252 ઓફિસ, 340 દુકાન, 42 ફેક્ટરી અને 49 વર્કશોપ.
- પૂર્વ ઝોનમાં 627 ઓફિસ, 466 દુકાન, 590 ફેક્ટરી અને 38 ખુલ્લા પ્લોટ છે.
- પશ્ચિમ ઝોનમાં 229 ઓફિસ અને 165 દુકાનની આકારણી કરી છે.
- મધ્ય ઝોનમાં માત્ર 16 કોમર્શિયલ અને 144 રહેણાંક મિલકતની નવી આકારણી થઈ છે.
2021માં અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યા બાદ 16692 કોમર્શિયલ તથા 40232 રહેણાંક મિલકતની આકારણી કરવામાં આવતા કુલ 56976 મિલકતની આકારણી કરવામાં આવી હતી. કુલ રૂ.18થી 20 કરોડની આવક ટેક્સ પેટે થશે
રોજના રૂ. 7 કરોડ 5 લાખ આક થાય છે.
અમદાવાદમાં વેરાની આવક 4466 કરોડ થઈ હતી. મિલકત વેરા પેટે રૂ. 1127 કરોડની આવક થાય છે. મિલકતની આવક વધી છે.
2023-24ના અંદાજપત્રમાં 1082 કરોડના વધારા સાથે રૂપિયા 9482 કરોડ છે.
રહેણાંક મિલકતોમાં 20 રૂપિયા તેમજ બિન રહેણાંક મિલકતોમાં 34 રૂપિયા ચોરસ મીટર દીઠ વેરો લેવામાં આવે છે.
સરકારી રેકોર્ડ પ્રમાણે ગુજરાતમાં 2021-22માં 14,32,569 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી. 2022-23માં 16,75,648 નવી મિલકતોની નોંધણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 1 લાખ 51 હજાર નવી મિલકત નોંધાઈ હતી.
2022માં રાજ્યમાં નોંધાયેલી મિલકતોની સંખ્યા 15,97,188 હતી, જે અગાઉના વર્ષમાં નોંધાયેલી 14,29,607 મિલકતો કરતાં 11% વધુ છે.
સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાંથી સરકારની આવક 19%ના વધે છે. વર્ષ 2023 ના અંદાજ મુજબ અમદાવાદની વસ્તી 86,51,000 છે.
રાજ્યમાં 2020ની સરખામણીએ 2022માં મિલકતની નોંધણીમાં 57% અને સ્ટેમ્પ ડ્યુટીથી ઈ-આવકમાં 94% વધારો નોંધાયો હતો.
અમદાવાદમાં જિલ્લામાં 2020માં 1.73 લાખ મિલકતોની નોંધણી થઈ હતી, જે વધીને 2021માં 2.63 લાખ અને 2022માં 2.96 લાખ થઈ હતી. તો મિલકત વેરો આકારવા માટે એટલી મિલકતો હોતી નથી.
સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાંની આવક 2020માં રૂ.1,331 કરોડથી 2021માં રૂ. 2,310 કરોડ નોંધાઈ છે. 2022માં અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી સરકારની આવક રૂ. 2,963 કરોડ હતી.