રાજયના હાઈવે પર અક્સ્માતને સિલસિલો હજી પણ યથાવત જ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અમરેલીના લીલીયા પાસે બે કાર વચ્ચે ગમ્ખવાર અક્સ્માત થતા 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્ય 4ને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારાવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમરેલીના લીલીયા પાસે બે કાર સામ સામને ધડાકાભેર અથડાતા ભયાનક અક્સ્માત થયો હતો. આ અક્સ્માતમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે અને અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક ફાયરને જાણ કરવામાં આવી હતી. જો કે,બંને કારમાં હજુ વધુ મૃતદેહો મળવાની આશંકા સેવાઇ રહી છે.