ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉત્તરાખંડમાં કુંભ પૂર્વે કોરોનાનો ખતરો મંડારવા લાગ્યો છે. તેનું સૌથી મોટું કારણ પર્યટન છે. મળતી માહિતી મુજબ 22 મુસાફરોની એક બસ ગુજરાતથી આવી હતી અને આ મુસાફરો ચાર દિવસ ઋષિકેશમાં ફરી રહ્યા હતા, અને ત્યાર પછી તેઓ અહીંથી રવાના થયા હતા. તેમના ગયા પછી જ્યારે તમામનો કોરોના રિપોર્ટ કરાવ્યો તો તમામ મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યાં તમામ મુસાફરોના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 22 મુસાફરો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.બીજી તરફ કોવિડ -19 એ પમ ઉત્તરાખંડમાં પણ રફતાર પકડાઈ છે.
સોમવારે, કોરોનાના 104 નવા કેસોમાં હરિદ્વારમાં સૌથી વધુ 43 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. બીજી તરફ દહેરાદૂનમાં પણ ખતરો વર્તાઈ રહ્યો છે, દહેરાદુનમાં 36 કેસો મળી આવ્યા છે. ફક્ત અલ્મોરા, ચમોલી, બાગેશ્વર, ચંપાાવત અને રૂદ્રપ્રયાગ એવા 5 જ જિલ્લાઓ છે જેમાં કોઈ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા નથી.ગુજરાતથી આવેલા શ્રદ્ધાળુઓના એક જૂથમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. આ મુસાફરોને લઈને બસ 18 માર્ચે તપોવનથી મુનિ કી રેતી પહોંચી હતી. જ્યાં તમામ મુસાફરોના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 22 મુસાફરો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.