સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામી દ્વારા 24 વર્ષીય યુવતીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાની ફરીયાદ દાખલ થયા બાદ કતારગામ પોલીસે સ્વામીની ધરપકડ કરી હતી. આ મંદિર ડભોલીમાં જ આવેલું છે.
પોલીસ સૂત્રો મુજબ યુવતીની માતા માંદી હોવાથી સ્વામીએ સારવારના રૂપિયાની લાલચ આપી હતી.યુવતી સાથે બે વખત શારિરીક શોષણ કર્યું હતું અને શરીર સંબંઘ બાંધ્યા હતા. પીડીતાએ પોલીસ સમક્ષ આવી પોતાની વેદના રજૂ કરતા સ્વામી વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરી મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. યુવતી અને સ્વામીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.