સુરતથી 50 મુસાફરો સાથે સાપુતારા જતી બસ માંલેગાવ નજીક ખીણમાં ખાબકી હોવાના બનાવમાં આ અકસ્માતમાં બસનું ટાયર ફાટવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાના પ્રાથમિક અહેવાલ છે.
અકસ્માતમાં બેના કરૂણ મોત થયા છે જ્યારે ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે,સુરતમાં શ્યામ ગરબા ક્લાસિસ ગ્રુપની બહેનો દ્વારા ટુરનું આયોજન કરાયું હતું.
વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાંથી ગરબા ક્લાસિસમાં જતી મહિલાઓ દ્વારા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 જેટલા મુસાફરો સાથે ખાનગી બસમાં સાપુતારા પ્રવાસે નીકળ્યા હતા. સાપુતારાથી સાંજના સમયે નીકળતી વખતે ડાંગ પાસે એક ખીણમાં બસ નીચે ઉતરી જતા બસમાં સવાર મહિલા મુસાફરોને ઇજા થઇ હતી.
આસપાસના ગામના લોકોએ રેસ્ક્યૂમાં જોડાયા હતા.
ઇજાગ્રસ્ત પૈકી 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે અમુકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો.
આ દુર્ઘટનામાં ઇજા પામેલા લોકોને સાપુતારા તેમજ સામગહાંન હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા છે જ્યાં સારવાર ચાલુ છે.