પંચમહાલના હાલોલમાં ચોકાવનારી ઘટના બની છે. હડબેટીયા ગામ જવાના રસ્તાની બાજુમાંથી માનવ કંકાલ મળી આવ્યા છે. માનવ કંકાલ પાસેથી ધારદાર હથિયાર પણ મળ્યા છે.
2 માનવ ખોપરી સહિત આસપાસના વિસ્તારોમાંથી અન્ય અંગો પણ મળી આવ્યા છે.આ ઘટનાસ્થળેથી મહિલા તેમજ બાળકના કપડાં અને ચંપલ પણ મળી આવ્યા છે. ઘટનાસ્થળે કુલ 3 વ્યકિતઓના માનવ કંકાલ હોવાની શક્યતા છે. કંકાલ જોતા લાગે છે કે કંકાલ બે માસ પૂર્વે મોત થયું હોય તેવી આશંકા છે. FSL સહિત હાલોલ અને પંચમહાલની પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.