સૌરાષ્ટ્રમાં ધારી વિસ્તારમાં રહેતા એક 40 વર્ષના વ્યક્તિએ મનોવિકૃતિની હદ વળોટી પોતાના મળમાર્ગમાં ઠંડા પીણાની પ્લાસ્ટિકની બોટલ નાખી આનંદ લેવા જતા બોટલ અંદર સુધી ઘુસી જતાં ચાર દિવસની પીડા બાદ તેને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાતાં તબીબોએ સર્જરી કરી બોટલ બહાર કાઢી હતી.
ધારી વિસ્તારના ગામમાં એકાંત સ્થળે ગયેલા આ વ્યક્તિ એ રૂ.10ની કિંમતની ઠંડા પીણાની પ્લાસ્ટિકની ખાલી બોટલ પોતાના મળમાર્ગમાં ઘુસાડી દીધી હતી, પ્લાસ્ટિકની બોટલ મળમાર્ગમાં ફસાયા બાદ તેની હાલત કફોડી બની હતી અને બોટલ કાઢવા અનેક પ્રયાસો નિષ્ફળ જતા બધા શુ વાત કરશે તેવી ચિંતામાં બે દિવસ સુધી તેણે કોઇને કહ્યું નહોતું.
પરંતુ પીડા અસહ્ય થવા લાગતા અંતે પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો અમરેલી હોસ્પિટલે લઇ ગયા હતા, જ્યાં તબીબોએ નિદાન કરી રાજકોટ હોસ્પિટલે જવાનું કહેતા પોતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો.
બનાવ અંગે અમરેલી પોલીસને જાણ કરવામાં આવી હતી, સિવિલ હોસ્પિટલમાં તબીબો એ સર્જરી કરી બોટલ બહાર કાઢી યુવકને પીડા મુક્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 40 વર્ષનો આ વ્યક્તિ પરિણીત છે અને તે બે સંતાનનો પિતા પણ છે પણ વિકૃતિ ને લઈ આ પગલુ ભર્યું હતું.