જૂનાગઢના માંગરોળમાંથી પોલીસે 100 તલવારો સાથે 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા શખ્સોએ પૂછપરછમાં તેઓએ વેચાણ અર્થે મંગાવ્યો હોવાની કેફિયત આપી છે. કટલેરીના નામે હથિયારો મંગાવ્યા હોવાની બાતમીના આધારે પાર્સલમાં આવેલી તલવારો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
માળતી માહિત અનુસાર, પોલીસે બાતમી મળી હતી કે કચ્છના હથિયારથી ST બસમાં તલવારોનો મોટો જથ્થો નીકળ્યો છે. પોલીસે આ મામલે પાર્સલ લેવા આવેલા શખ્શોની અટકાયત કરી હતી. અટકાયત કરેલા શખ્શોના નામ યાકુબ, કાદમ, ઇમ્તિયાઝ, શોએબ, હસન છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે ખુલાસો થયો નથી.
આ શખ્સોએ તલવારોનો જથ્થો વેચાણ માટે મંગાવ્યો હોવાની પોલીસને કેફિયત આપી છે પરંતુ પોલીસ જથ્થાની સંવેદનશીલતાને જોતા કાચું કાપવા માંગતી નથી તેથી જિલ્લા પોલીસ વડા આજે બપોરે પત્રકારોને આ કેસ અંગે માહિતી આપવાના છે.