સરકાર ટ્રાફિકના નિયમોમાં એક નવો ફેરફાર થવા જઈ રહ્યો છે. પરિવહન નિયમોનું ઉલ્લંઘન થવા પર ફાટતા ચલાનની ચૂકવણી કરવા માટે 60 દિવસનો સમય મળશે. આ સમય મર્યાદા વચ્ચે વાહન માલિક દંડ નથી ભરતો તો તેનું લાયસન્સ કે વાહન રજિસ્ટ્રેશન renew કરવામાં નહીં આવે.
ટ્રાફિક નિયમમાં નવા ફેરફાર મુદ્દે મંત્રાલયના એક અધિકારીનું કહેવુ છે કે, ઘણા મામલાઓમાં વાહનો અને ડ્રાઇવરો વિરુદ્ધ ચલાનના મામલા મહીનાઓ કે વર્ષો સુધી લંબાય છે. જેને ધ્યાનમાં રાખીને આ જોગવાઇ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આપણ સંપૂર્ણ રીતે આઇટી આધારિત ઇન્ફોર્સમેન્ટ સિસ્ટમ અપનાવવા જઇ રહ્યા છીએ તો મામલાઓને સુલટાવા માટે લોકો કે અધિકારીઓને મનફાવે એટલો સમય ન મળવો જોઇએ.
જો કોઇ વાહન માલિકે દંડ નથી ભર્યો અને એ બીજી વાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો ઝડપાય છે તો તેણે પહેલાથી વધારે દંડ ભરવો પડશે. અધિકારી મુજબ આ તમામ નિયમો કમ્પાઉન્ડેબલ અપરાધો પર લાગુ થશે. કમ્પાઉન્ડેબલ ચલાનની એ શ્રેણી છે જેમાં કોર્ટમાં ગયા વગર ટ્રાફિક પોલીસને દંડ ચૂકવી શકો છો.