ધોરાજી નગરપાલિકામાં એક બાદ એક 7 રાજીનામા પડતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકાની 7 સમિતિના ચેરમેન દ્વારા રાજીનામા ધરી દેવાયા છે. વિવિધ સમિતિના ચેરમેનો દ્વારા આક્ષેપ કરાયો છે કે, સત્તાધીશો તેમને પૂછ્યા વિના જ કામ કરી રહ્યા હતા.
ત્યારે વિવિધ સમિતિમાંથી સેન્ટિનેશન ચેરમેન હનીફ મિંયા સૈયદ, ટેક્સધારા શાખાના પ્રફૂલ વઘાસિયા, કારોબારી સભ્ય જ્યોત્સનાબેન ટોપીયા, ખાતર લાયબ્રેરી ચેરમેન જાગૃતિબેન રાજ્યગુરુ ઉપરાંત મહિલા વિકાસ ચેરમેન ઇલાબેન માલવિયા, વીજળી ચેરમેન પીન્ટુબેન ભાલોડિયા અને આવાસ યોજનાના ચેરમેન ઠેસિયા બિન્ટુબેન દ્વારા રાજીનામા આપી દેવાયા છે.