વેરાવળ નજીક ચોરવાડ આદ્રીની વચ્ચે દરિયામાં એક ફીશીંગ બોટ મશીનમા ટર્બો ફાટવાથી આગ લાગતા મધદરિયે સળગી ગઇ હતી. બોટમાં રહેલા ૬ ખલાસીઓને નજીકમાં ફીશીંગ કરતી બોટે બચાવી લીધા હતા. બોટ માલીકને લાખોની નુકશાની ગઇ હોવાનું જાણવા મળે છે.
વેરાવળ નજીક ચોરવાડ આદ્રીના દરિયામાં ફીશીંગ અર્થે ગયેલી કિશન હરીભાઇ ગોહેલની માલીકીની જીજે 11 એમએમ 4182 નંબરની તેજ કિરણ નામની બોટમાં સવારે 11 કલાકે બોટના મશીનનું ટર્બો ફાટતા વિસ્ફોટ થઇ આગ લાગતા મધદરિયે જ ભડ ભડ સળગી ગઇ હતી. આ બોટમાં 6 જેટલા ખલાસીઓ ફસાયેલા હતા તેમને નજીકમાં ફીશીંગ કરી રહેલી મનોજ ધીરજભાઇ માલમડીની ત્રિમુર્તિ નામની બોટે તમામને બચાવી લીધા હતા.