આણંદના એક વિદ્યાર્થીએ પોતાના કાકાને મોતના ઘાટ ઉતારી દીધા છે. આણંદ પાસે આવેલ વિદ્યાનગર, વિદ્યાનગરના નાના બજારમાં આવેલ શાંતિનગરમાં રહેતા પ્રેમજીભાઈ શંભુ ભાઈ ભાટિયા ખેડા જીલ્લાના ચકલાસી ખાતે ચપ્પલ વેચવાનો ધંધો કરતા હતા. અને પોતાના ધંધામાં પોતાનો ભત્રીજો જગદીશ પણ મદદ કરતો હતો, છેલ્લા કેટલાક મહિનાઓથી જગદીશ પબ્જી ગેમ રમતો હતો. જોકે આ જ સમય દરમિયાન તેની તબિયત સારી ન રહેતા તેના કાકા પ્રેમજીભાઈ જુદા જુદા મંદિરોમાં જઈ ભત્રીજા જગદીશ માટે દોરા ધાગા કરાવતા હતા જેથી ભત્રીજા જગદીશને લાગતું હતું કે તેના કાકા તેના પર ખોટી તાંત્રિક વિધિઓ કરાવી રહ્યા છે જેથી ગઈકાલે ખેડા જીલ્લાના સલુણ ગામે થી રાત્રીના સમયે કાકા ભત્રીજા વિદ્યાનગર ઘરે આવી રહ્યા હતા ત્યારે લાંભવેલ રોડ પર અમર કોલ્ડ સ્ટોરેજ નજીક ભત્રીજાએ કાકા પર ઘાતકી હુમલો કર્યો હતો.
આરોપી જગદીશ ભાટીયાને આણંદ એલસીબી અને ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેની સઘન પુછપરછ કરતા ચોકાવનારી વાત બહાર આવી હતી જેમાં સતત પબ્જી પાછળ ગાંડો બનેલા જગદીશને સતત એમ લાગતું હતું કે સામે વાળો કોઈ પણ વ્યક્તિ તેના પર હુમલો કરશે,જેથી પોલીસે આરોપીનું મેડીકલ ચેકિંગ પણ પોલીસ દ્વારા કરાવવામાં આવનાર છે