રાજ્યમાં અકસ્માતોની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ચોટીલા પાસે એક માર્ગ દુર્ઘટનામાં એક ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે આકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બસમાં સવાર સ્કૂલના વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી, જેથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને બાળકોને સલામત રીતે બસમાંથી ઉતારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.