Gautam Adani સમાચાર માધ્યમ ચલાવવા માટે સંનિષ્ઠ અને સત્યનિષ્ઠ પત્રકારો જરૂરી છે, નહીંતર તે નાણાં પેદા કરતી ફેક્ટરી બની જાય છે.
જોસેફ પુલિત્ઝરનું નામ વિશ્વભરમાં પત્રકારત્વના ક્ષેત્રે અનન્ય પ્રદાન માટે ઇતિહાસમાં અંકિત થયું છે. 1878માં તેણે સેન્ટ લુઇસથી ‘Post Dispatch’નું પ્રકાશન શરૂ કર્યું હતું. પુલિત્ઝરને લોકધર્મી પત્રકારત્વનો પ્રણેતા કહી શકાય. અદાણી કોઈ રીતે પત્રકારત્વને વફાદાર રહે એવા વ્યક્તિ કે જૂથ નથી. એનડીટીવી મોદીની આકરી ટીકા કરતું હતું તેથી ખરીદી લેવા દાવપેચ કર્યા હતા.
કોઈ સમાચાર માધ્યમ ચલાવવું હોય તો તેમાં સત્યનિષ્ઠ અને સંનિષ્ઠ પત્રકારો હોવા જરૂરી છે. જો તેમ ન હોય તો તે માત્ર સમાચાર પેદા કરતી ફેક્ટરી બની જાય છે. સમાચાર ખોદી કાઢતી કાચા કોલસાની ખાણ બની જાય છે. એનડીટીવીમાં સાચું પત્રકારત્વ કરતાં 3 પત્રકાર હતા તેમણે અદાણીની ખરીદી સામે વાંધો હતો તેથી છોડી દીધું અને પછી તો એનડીટીવી ભારતની પહેલી 20 ટીવી ચેનલોમાં પણ વિશ્વસનીય ન રહી.
એનડીટીવી
અદાણી ગ્રૂપના અધિગ્રહણ બાદ NDTVમાં એક વર્ષમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2023માં અદાણીના આગમન અને રવિશ કુમારના ગયા પછી NDTVના દર્શકોમાં 70%નો ઘટાડો થયો હતો.
રવીશ કુમાર, નિધિ રાઝદાન, શ્રીનિવાસન જૈન, સુનીલ સૈની, સારા જેકબ સહિત ઘણા મોટા ચહેરાઓએ ચેનલ છોડી દીધી હતી. એનડીટીવીને વર્ષોથી ચાહતાં દર્શકોએ જોવાનું છોડી દીધું છે.
નવેમ્બર 2022 માં NDTVને અદાણી જૂથે ખરીદી લીધું હતું.
30 નવેમ્બર 2022ના રોજ ચેનલના સૌથી પ્રખ્યાત રવીશ કુમારે એનડીટીવીમાંથી રાજીનામું આપી દીધું હતું. એનડીટીવીમાં અરાજકતાનો માહોલ હતો. એક પછી એક રાજીનામા ચાલુ હતા. આ અરાજકતાને રોકવા માટે અદાણી ગ્રુપે સંજય પુગલિયા જેવા અનુભવી વરિષ્ઠ ટીવી પત્રકારને ચેનલની જવાબદારી સોંપી. પરંતુ કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો ન હતો.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, એનડીટીવી એક વિશ્વસનીય, સ્વતંત્ર અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક રહેશે. મેનેજમેન્ટ અને સંપાદકીયમાં હંમેશા લક્ષ્મણ રેખા રહેશે. તે સમય જતાં સ્પષ્ટ થશે, અમારી પાસે હશે. સમય આપો. પણ દર્શકોએ ગૌતમ અદાણી પર ભરોસો ન કર્યો. તેના ઘણા કારણો હતા.
અદાણીએ દેશની આખી અમલદારશાહી, છાપા, ટીવી અને શાસક એસ્ટાબ્લિશમેન્ટને પોતાની નેટવર્ક માર્કેટિંગ ચેનલ બનાવી દીધી છે. જે પત્રકારો કે મિડિયાના માલિકો તેને અનુકુળ આવતાં નથી તેને ખરીદી લે છે, ન ખરીદાય તો પોલીસ અને અદાલતનો આસરો લઈને પરેશાન કરાય છે. આવા અનેક ઉદાહરણો છે.
એનડીટીવીના દર્શકો એ ગુજરાતના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના દર્શકો જેવા ન હતા. એનડીટીવીના દર્ષકોને તો બહાદુરી ભર્યા સમાચારો જોવા હતા. અદાણીની પીઆરએજન્સી જેવા અમદાવાદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવું છાપું તેને જોઈતું ન હતું.
ચીનની જેમ અદાણીએ સમાચારોની કોઈ નવી શોધ કરી ન હતી. એણે તો કાવાદાવા કરીને ચેનલ ખરીદી હતી. ચીને સમાચારોની નવી દુનિયા શોધી હતી.
ચીને બીજી સદીમાં કાગળની શોધ કરી હતી. મુદ્રણની શોધ ચીને ઈ. સ. 868માં કરી હતી. આઠમી સદીમાં ચીને માહિતી એકત્ર કરવાનો આરંભ વ્યવસ્થિત યોજનાના રૂપમાં કર્યો હતો, જે 1,200 વર્ષ સુધી ચાલુ સતત રાખ્યો હતો. તાંગ વંશે તેહિંગ-પાઓ નામે માસિક વૃત્તાંતનું પ્રકાશન શરૂ કર્યું હતું. 1361માં તે સાપ્તાહિક અને 1830માં દૈનિક વૃત્તાંતમાં રૂપાંતરિત થયાં. ચીને કરેલી શોધોથી પશ્ચિમ યુરોપને ઘણો લાભ થયો છે.
અદાણીએ કોઈ નવી ટીવી ચેનલ કે નવું અખબાર ક્યારેય શરૂ કરી બતાવ્યું ન હતું. જે કામ ધીરૂભાઈ અંબાણીએ કર્યું તેમાં તેમને મોટી નિષ્ફળતાં રહી હતી. પછી મુકેશ અંબાણીએ નવી ચેનલોના બદલે ટીવી18 જેવી ન્યુઝ ટીવી ચેનલ ખરીદી લીધી હતી. જેમાં તેને સફળતા મળી હતી. પણ જે એજન્ડા મોદીનો હતો તે એજન્ડા મુકેશ અંબાણીએ તેની ટીવી ચેનલોમાં લાગુ કરવો પડ્યો હતો.
ગુજરાતના આ બે મોટા ઉદ્યોગપતીઓએ ગુજરાતી પત્રકારત્વને ખીલવા દીધું નથી. તેને ખતમ કેમ કરવું તે વધારે પસંદ કર્યું છે. 1450માં જોહાનેસ ગુટનબર્ગ દ્વારા કરાયેલી સીસામાંથી ટાઇપ બનાવવાની શોધે મુદ્રણની સાથે સાથે પત્રકારત્વના વિકાસમાં મોટો ફાળો આપ્યો હતો, એવો મોટો ફાળો અદાણીએ આપ્યો નથી. તેને મન તો પત્રકારત્વ એક ધંધો હતો. દિલ્હીની સત્તાને ટકાવી રાખવા માટેનો નકરો ધંધો રહ્યો છે.
1513માં બ્રિટનમાં ન્યૂઝ બુક્સથી પત્રકારત્વનો આરંભ થયો. તેમાં કોઈ પણ એક મહત્વની ઘટનાનું વિવરણ અપાતું હતું. 1621માં લંડનમાં ‘ન્યૂઝશીટ’ પ્રગટ થયું જે ‘કોરાન્ટો’ કહેવાતું હતું. અત્યારના વર્તમાનપત્રની જેમ તે નિયતકાલિક ન હતું. જેમાં 1628માં પાર્લામેન્ટની કાર્યવાહીના તથા અન્ય ઘટનાઓનાં રોજેરોજના વૃત્તાંત પ્રગટ થવા માંડ્યાં. 1655માં ‘ઑક્સફર્ડ ગૅઝેટ’ના પ્રકાશન સાથે પત્રકારત્વના નવા યુગનો આરંભ થયો. પાછળથી તેનું નામ ‘લંડન ગૅઝેટ’ રાખવામાં આવ્યું હતું. પણ અદાણીના યુગમાં પત્રકારત્વનો અસ્ત થતો દેખાયો છે. ગુજરાતી પત્રકારત્વને ખીલવા દેવા માટે તો ઝવેરચંદ મેઘાણી, મોહન ગાંધી, હસમુખ ગાંધી, શ્રેયાંશ શાહ, દિગંત ઓઝા, ગુજરાત મિત્રના અનેક માલિક અને પત્રકારો જેવા હિંમતવાન પત્રકારોથી ગુજરાતી પત્રકારત્વ ખીલે છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કઠણ સમયમાં 1780ના જાન્યુઆરીની 19મીએ કોલકાતામાં જેમ્સ ઓગસ્ટસ હિક્કીએ ‘બૅંગૉલ ગૅઝેટ’ યાને ‘કલકત્તા જનરલ એડવર્ટાઇઝર’ના નામે સર્વ પ્રથમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. જે ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝ અને ચીફ જસ્ટિસ ઇલીયાહ ઇમ્પે સહિત વગદાર અંગ્રેજ અધિકારીઓના રોષનો ભોગ બન્યું હતું. તેમાં અંગ્રેજોના બધાં કાળાં કરતૂતોનો પર્દાફાશ થતો હતો. અંગ્રેજોએ અદાલતી કારવાઈ, દંડ, જપ્તી, જેવાં દમનકારી પગલાં લીધા હતા. હિક્કીને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. 1782ના માર્ચમાં ભારતના આ પ્રથમ પત્રને ખતમ કરી દેવાયું હતું.
આવું જ આજના ઉદ્યોગપતિઓ ભારતના સમાચાર માધ્યમો સાથે કરી રહ્યાં છે. માલિકોને પાલતું પોપટ બનાવી રહ્યા છે.
1818માં જેમ્સ સિલ્ક બકિંગહામ ‘કલકત્તા ક્રૉનિકલ’નું તંત્રીપદ સંભાળવા ભારત આવ્યા હતા. આ છાપું પણ વેપારીઓએ જ બહાર પાડ્યું હતું. બકિંગહામને જવાહરલાલ નહેરુએ અખબારી સ્વાતંત્ર્યના પુરસ્કર્તા તરીકે બિરદાવ્યા હતા. દેશમાં તેણે પત્રકારત્વને પ્રજાભિમુખ બનાવ્યું હતું. પરંતુ તેને પણ શાસકોના કોપનો ભોગ બનવું પડ્યું. એની સામે ઍડવોકેટ-જનરલે બદનક્ષીનો ફોજદારી કેસ કર્યો હતો. તેમાં બકિંગહામ જીત્યા તો ખરા, પણ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા.
1823માં એને ભારત દેશનિકાલ કરાયા હતા.
હિક્કી અને બકિંગહામ અંગ્રેજ હોવા છતાં તેમણે અંગ્રેજ શાસકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને પત્રકારત્વનો સાચો ધર્મ શો છે તે સ્પષ્ટ કર્યું હતું. તેમના અનુગામીઓને માટે પ્રેરણા પૂરી પાડી હતી. આવી પ્રેરણા પામનારાઓમાં એક હતા રાજા રામમોહન રાય. તેઓ ભારતીય પત્રકારત્વના સંસ્થાપક ગણાય છે. બીજી હતા ફૂલછાબ દૈનિકના ઝવેરચંદ મેઘાણી.
શું અદાણી અને તેના મિત્ર મોદી સવાઈ અંગ્રેજ સરકાર બની ગઈ છે. જો તેમ ન હોય તો અદાણીએ અનેક પત્રકારોને પરેશાન કેમ કર્યા છે. મોદીએ ઘણા પત્રકારોને કેમ મુખ્ય ધારાના સમાચાર માધ્યમમાંથી ફેંકી દીધા છે. (ક્રમશઃ)